
- 7 થી 13 વર્ષ સુધીના બાળકો વકતૃત્વ, નિબંધ,સમુહગીત સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, દ્વારા જિલ્લાકક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધા યોજાશે, જેમાં જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજયકક્ષાનું ક્રમશ: આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં 1. વકતૃત્વ, 2. નિબંધ, 3. સર્જનાત્મક કારીગરી, 4. લગ્નગીત, 5. લોકવાદ્ય સંગીત, 6. એકપાત્રીય અભિનય, 7. દોહા-છંદ-ચોપાઈ, 8. લોકવાર્તા, 9. લોકગીત,10. ભજન,11. સમુહગીત, 12. લોકનૃત્ય સહિતની ઈવેન્ટમાં 7 વર્ષથી 13 વર્ષના વિદ્યાર્થીઓ તથા બિન-વિદ્યાર્થી બાળકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. (1)“અ” વિભાગ- 7 વર્ષ થી 10 વર્ષ સુધીના બાળકો માટે (2)“બ” વિભાગ - 10 વર્ષ થી 13 વર્ષના બાળકો માટે (3) ખુલ્લો વિભાગ વિભાગ 7 વર્ષ થી 13 વર્ષનાં બાળકો માટે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ