
- 25 થી 28 નવેમ્બર સુધી જિલ્લાઓના પ્રથમ ક્રમાંક વિજેતાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના અર્વાચીન, પ્રાચીન ગરબા તથા રાસની રાજયકક્ષાની સ્પર્ધાનું યજમાન રાજકોટ શહેર બનશે. 25 થી 28 નવેમ્બર સુધી રાજકોટના ટાગોર માર્ગ સ્થિત હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યાકક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થશે.
જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયેલ અર્વાચીન ગરબા,પ્રાચીન ગરબા અને રાસ સ્પર્ધાની ટીમો રાજ્યકક્ષા રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેશે.
25 નવેમ્બરના રોજ વડોદરા શહેર, બનાસકાંઠા, વલસાડ, નવસારી, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર (પ્રાચીન અને અર્વાચીન ગરબા), ડાંગ, જુનાગઢ શહેર (રાસ અને અર્વાચીન ગરબા) સહિતના જિલ્લાઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. 26 નવેમ્બરના રોજ પાટણ, મહેસાણા, નર્મદા, તાપી, વડોદરા ગ્રામ્ય, બોટાદ, અમરેલી, રાજકોટ ગ્રામ્ય, આણંદ, જામનગર ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય,
ગાંધીનગર શહેર સહિતના જિલ્લાઓ સ્પર્ધામાં ભાગ લેશે. 27 નવેમ્બરના રોજ કચ્છ-ભુજ, સુરત શહેર, સુરત ગ્રામ્ય, છોટાઉદેપુર,ખેડા, પંચમહાલ, ગાંધીનગર શહેર, મહિસાગર, રાજકોટ શહેર (રાસ અને પ્રાચીન ગરબો), ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર (રાસ) સહિતના જિલ્લાઓ સ્પર્ધામાં ભાગ લેશે. 28 નવેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, જુનાગઢ ગ્રામ્ય, જામનગર શહેર, દાહોદ, ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, પોરબંદર, જુનાગઢ શહેર (પ્રાચીન ગરબો), રાજકોટ શહેર(અર્વાચીન ગરબો) સહિતના જિલ્લાઓ સ્પર્ધામાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ