જામનગરમાં આછેરી ઝાકળ વચ્ચે તાપમાનમાં ઘટાડો : 14 ડીગ્રી ઠંડી નોંધાઈ
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લા ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધતો જાય છે અને ધીમે-ધીમે ઠંડીનો પારો નીચે સરકતો જાય છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો થોડો ઉંચો જઇ ૧૪ ડીગ્રી થઇ ગયો છે, આગામી દિવસોમાં ઠંડીનું જ
હવામાન


જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લા ઠંડીનો ચમકારો દિન

પ્રતિદિન વધતો જાય છે અને ધીમે-ધીમે ઠંડીનો પારો નીચે સરકતો જાય છે. આજે

વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો થોડો ઉંચો જઇ ૧૪ ડીગ્રી થઇ

ગયો છે, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

આજે સવારે રસ્તા ઉપર આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે થોડીવાર બાદ આ ઝાકળ

પુરી થઇ ગઇ હતી.

છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો ૧૩

થી ૧૪ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ

બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું, પરંતુ ગઈકાલે

રાત્રેથી ઠંડીના ચમકારામાં વધારો થયો હતો અને ઠંડીનો પારો નીચે સરકયો

હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેમજ ધીમે-ધીમે ઠંડી પગ પેસારો કરતી

જાય છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ

રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦.૫

ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું

હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિ.મીની ઝડપે રહી

હતી. જો કે નલીયામાં ૯ અને ગીરનારનું તાપમાન ૭.૫ ડીગ્રી થઇ જતાં ઠંડીએ

બોકાસો બોલાવી દીધો છે અને રાત્રી બજારોમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી

છે.

​​​​​​​છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને

આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે

વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં

ઠંડી શ‚ થશે તેવું જણાવ્યું છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી

હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ

બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી

આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande