અમદાવાદમાં યોજાશે ટેનિસ પ્રીમિયર લીગ,ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેનિસ ગ્રાઉન્ડમાં યોજાશે
અમદાવાદ,22 નવેમ્બર (હિ.સ.) 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં યોજાય તેની તૈયારીઓ ક્યારની શરૂ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકની રમતો માટે જરૂરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તેને લગતી અધ્યતન સુવિધાઓ પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. નારણપુરમાં વીર સાવરકર સ્પોર્
Gujarat Universitys Sports Complex


અમદાવાદ,22 નવેમ્બર (હિ.સ.) 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં યોજાય તેની તૈયારીઓ ક્યારની શરૂ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકની રમતો માટે જરૂરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તેને લગતી અધ્યતન સુવિધાઓ પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. નારણપુરમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું અને ત્યાં જુદી જુદી સ્પર્ધા યોજબવ લાગી ત્યારે હવે અમદાવાદમાં પ્રથમવાર યોજાશે ટેનિસ પ્રીમિયર લીગ,યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 9મી ડિસેમ્બરથી થશે. આ લીગમાં સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, રોહન બોપન્ના જેવા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. 8 ટીમો વચ્ચે ટક્કર થશે.

ભારત સરકારે આગામી કોમનવેલ્થ ગેમ્સ પણ અમદાવાદમાં યોજાય તે માટે પણ દાવેદારી કરી દેવામાં આવી છે.

જેમ ક્રિકેટની રમત માટે આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયમ લીગ યોજાય છે. તેવી જ રીતે ટેનિસ માટે ટેનિસ પ્રીમિયર લીગનું દર વર્ષે આયોજન થાય છે. જેમાં ક્રિકેટની જેમ જ ભારત સહિત દેશ વિદેશના ટેનિસના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે અને ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ વર્ષે આ ટેનિસ પ્રીમિયર લીગ અંગે આપણી સામે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે, તે આ TPLનું આયોજન અહીં ગુજરાતના અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. જે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે.

ગુજરાત અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં પ્રથમવાર ટેનિસ પ્રીમિયર લીગ યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ ટેનિસ પ્રીમિયર લીગને લઈને, તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ટેનિસ પ્રીમિયર લીગ આગામી 9મી ડિસેમ્બરથી યોજાશે, જેમાં ગુજરાતની ગુજરાત પેન્થર સહિત મુંબઈ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોની 8 ટીમો વચ્ચે ટક્કર થશે. જેમાં સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, રોહન બોપન્ના જેવા ખેલાડીઓ આવશે.

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande