
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના અજુજા ગામે આવતી ગુરુવારે પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર અને તેમના પત્ની, પૂર્વ સરપંચ અમથુબેન જોધાજી ઠાકોરની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે. પરિવારે તેમના સ્મરણમાં મંદિર બનાવી આ મહોત્સવનું આયોજન કર્યું છે.
જોધાજી ઠાકોરે 2002 થી 2012 સુધી વાગદોડ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી અને લોકસેવા માટે જાણીતાં હતા. તેમના જીવન અને કાર્યોને યાદગાર બનાવવાના હેતુથી આ મૂર્તિ પ્રતિષ્ઠાનો આયોજિત કરવામાં આવ્યો છે. અમથુબેન જોધાજી ઠાકોરે પણ અજુજા ગામના સરપંચ તરીકે સુંદર સેવા આપી હતી.
મહોત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા સાથે હવન પણ કરવામાં આવશે. ઠાકોર સમાજના રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો, મહંતો, સાધુઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહેશે. આ માહિતી તેમના પુત્રો લેબુજી, બળવંતજી, સુજમલજી અને ઠાકોર ભાવસિંહ લેબુજી દ્વારા આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ