

પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી, પોરબંદર દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તરફથી આવેલ રજૂઆતો અન્વયે, અધ્યક્ષએ તેમની સમસ્યાઓનો સત્વરે સમાધાન લાવવા માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya