ખેડૂત મિત્રોએ મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ધ્યાન રાખવાની બાબતો
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) ખેડૂતોએ મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા તથા ઉતારા અને ઉતારા પછીની ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં યાંત્રિક નુકસાનવાળા અને જીવાતવાળા ડોડવા અ
Things to keep in mind for farmer friends to prevent aflatoxin contamination in groundnut crops


રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) ખેડૂતોએ મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા તથા ઉતારા અને ઉતારા પછીની ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં યાંત્રિક નુકસાનવાળા અને જીવાતવાળા ડોડવા અલગ રાખવા, 8 % ભેજ રહે ત્યાં સુધી મગફળીને સુકવવી. મગફળીને સારી, ચોખ્ખી, પૂરતા હવા-ઉજાસવાળી જગ્યામાં પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો, વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

ઘણી વખત એસ્પરજિલસ ફ્લેવસનો ચેપ કીટકો દ્વારા પણ લાગે છે. આવા સમયે કીટકનાશક દવાનો છંટકાવ કરી તેનો ફેલાવો અટકાવી શકાય. ઉતારા પછી તરત જ પ્રોપીયોનીક એસીડ ૫% અથવા સોર્બીક એસીડ (0.1%), ક્લોરોથેલોનીલ (0.15%) અથવા 1 % સોડીયમ બાયસલ્ફાઈડ (0.75% સોડીયમ હાઇડ્રોક્સાઈડ)નો છંટકાવ ડોડવા પર કરી ફૂગના ઉપદ્રવથી બચાવી શકાય. પાકમાં સ્થાનિક રોગ- જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande