માગસર સુદ બીજના પવિત્ર દિવસે વાગદોડ રામધણી સેવા કેમ્પમા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) માગસર સુદ બીજના પવિત્ર દિવસે સરસ્વતી તાલુકાના વાગદોડ–વદાણી રોડ પર આવેલા રામધણી સેવા કેમ્પ સહિત આસપાસના રામાપીર મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા. વાગદોડ, મોરપા, એદલા, નાયતા, કોઈટા અને મેસર જેવા ગામોના શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ,
માગસર સુદ બીજના પવિત્ર દિવસે વાગદોડ રામધણી સેવા કેમ્પમા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.


માગસર સુદ બીજના પવિત્ર દિવસે વાગદોડ રામધણી સેવા કેમ્પમા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) માગસર સુદ બીજના પવિત્ર દિવસે સરસ્વતી તાલુકાના વાગદોડ–વદાણી રોડ પર આવેલા રામધણી સેવા કેમ્પ સહિત આસપાસના રામાપીર મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા. વાગદોડ, મોરપા, એદલા, નાયતા, કોઈટા અને મેસર જેવા ગામોના શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ, નેજા અને રામાપીરના ઘોડા લઈને દર્શનાર્થે પહોંચ્યા હતા.

રામધણી સેવા કેમ્પમાં ચાલતા કાયમી અન્નક્ષેત્રમાં ભોજનની વ્યવસ્થા તેમજ બીજના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. રામધણી રબારી યુવા ગ્રુપ અને નકળંગધામ વાગદોડના યુવાનોની નિષ્ઠાપૂર્વકની મહેનતે આ સેવા કેમ્પને એક વિશાળ સેવા કેન્દ્ર રૂપે ઊભું કર્યું છે. મોતીભાઈ દેસાઈએ જણાવ્યું મુજબ અલકેશભાઈ, સુરેશભાઈ, જયેશભાઈ, અમરતભાઈ અને રમેશભાઈ સહિતના યુવાનો ખડેપગે સહભાગી બની સેવા કાર્ય આગળ ધપાવી રહ્યા છે.

કોઈટા ગામના રામાપીર મંદિરે મહાપ્રસાદ, ભીલવણ બસ સ્ટેન્ડ પર ભજન-સંતવાણી અને કિમ્બુવા કેમ્પ ખાતેના રામાપીર મંદિરે પણ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande