ચાણસ્મા બસ મથકે ખાનગી વાહનોના ગેરકાયદેસર પ્રવાહથી ટ્રાફિક મુશ્કેલી
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) ચાણસ્મા બસ મથક પાસે ખાનગી વાહનચાલકો ખુલ્લેઆમ મુસાફરો ભરી રહ્યાં હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે, જે કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધનો ભંગ કરે છે. ડેપોના મુખ્ય દરવાજા નજીકથી બેચરાજી અને મોઢેરા તરફ જતા મુસાફરોને બૂમ
ચાણસ્મા બસ મથકે ખાનગી વાહનોના ગેરકાયદેસર પ્રવાહથી ટ્રાફિક મુશ્કેલી


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) ચાણસ્મા બસ મથક પાસે ખાનગી વાહનચાલકો ખુલ્લેઆમ મુસાફરો ભરી રહ્યાં હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે, જે કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધનો ભંગ કરે છે. ડેપોના મુખ્ય દરવાજા નજીકથી બેચરાજી અને મોઢેરા તરફ જતા મુસાફરોને બૂમો પાડી ભરવાની પ્રવૃત્તિ ચાલુ છે, પરંતુ ડેપોના જવાબદાર કર્મચારીઓ અને તૈનાત પોલીસ કર્મચારીઓ નિષ્ક્રિય નજરે પડે છે.

બસ મથકથી હાઈવે સર્કલ સુધી રાહદારીઓ માટે બનાવેલા માર્ગ પર શાકભાજી અને રેકડીવાળાઓએ કબજો જમાવતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. કલેક્ટરના જાહેરનામા મુજબ આ વિસ્તાર ખાતે ખાનગી વાહનો ભરવા અને આડેધડ પાર્કિંગ પર કડક પ્રતિબંધ હોવા છતાં પરિસ્થિતિ યથાવત છે.

ડેપો મેનેજરે જણાવ્યું કે ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવા માટે પોલીસને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પીઆઈ સોલંકીએ જણાવ્યું હતો કે બસ મથક પાસે ટ્રાફિક નિયંત્રણ માટે એલઆરડી જવાનો તૈનાત છે અને ટૂંક સમયમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો સામે જરૂરિયાત મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande