
- મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવનનું ભુમીપૂજન,ધનસુખ વોરાની સેવાનું સન્માન અને ઈન્ડસ્ટ્રીઝની ડિરેકટરીનું વિમોચન કરાશે
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી શનિવારના રોજ આત્મીય કોલેજ ઓડિટોરિયમ પહેલા માળે કાલાવડ રોડ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રીઝ, રાજકોટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ભવનનું ભુમીપૂજન, 50 વર્ષથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે નિઃસ્વાર્થ ભાવે સેવારત ધનસુખ વોરા કે જે ગ્રેટર ચેમ્બરના ચેરમેન છે, તેમની સેવાનું સન્માન તથા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ડિરેકટરીનું વિમોચનનો કાર્યક્રમ યોજાનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ