અમરેલી જિલ્લામાં 500 રાષ્ટ્રીય સુરક્ષા સંદિગ્ધોનું વેરિફિકેશન પૂર્ણ, પોલીસનો 100 કલાકનો સ્પેશિયલ ડ્રાઇવ પૂર્ણ
અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : દિલ્હીમાં બનેલી તાજેતરની આંતકી પ્રવૃત્તિ અને ગુજરાતમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પકડાયેલા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓની કાર્યવાહી બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. ગુજરાતના ડી.
અમરેલી જિલ્લામાં 500 રાષ્ટ્રીય સુરક્ષા સંદિગ્ધોનું વેરિફિકેશન પૂર્ણ: પોલીસનો 100 કલાકનો સ્પેશિયલ ડ્રાઇવ પૂર્ણ


અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : દિલ્હીમાં બનેલી તાજેતરની આંતકી પ્રવૃત્તિ અને ગુજરાતમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પકડાયેલા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓની કાર્યવાહી બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. ગુજરાતના ડી.જી.પી. દ્વારા તમામ જિલ્લાઓને છેલ્લા વર્ષોમાં રાષ્ટ્ર વિરોધી અથવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈસમોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો.

આ અનુસંધાને અમરેલી જિલ્લાના પોલીસ વડા એસ.પી. સંજય ખેરાતે ખાસ ડ્રાઇવ ચલાવી જિલ્લામાં છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી, હિંસાત્મક અથવા ગંભીર ગુનામાં દોષિત કે સંદિગ્ધ તરીકે નોંધાયેલા આશરે 500 જેટલા આરોપીઓનું 100 કલાકની અંદર વેરિફિકેશન પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા પોલીસ સ્ટેશનો તેમજ SOG શાખાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચના બાદ અમરેલી જિલ્લામાં વ્યાપક ચેકિંગ શરૂ કરાયું. દરેક પોલીસ સ્ટેશન તરફથી પોતાની હદમાં આવતા આવા ઈસમોની યાદીઓ મેળવીને તેમના સરનામાં, વર્તમાન રહેઠાણ, વર્તણૂક અને હાલની પ્રવૃત્તિ અંગે સ્થળ પર જઈ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને અમરેલી શહેર વિસ્તાર હેઠળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વાઘેલા અને તેમને અનુગામી સ્ટાફ દ્વારા શહેરની વિવિધ વિસ્તારોમાં રહેતા સંદિગ્ધોની સૂચિ સાથે સ્થળ તપાસ કરવામાં આવી. ટીમે તેમના ઘરો, વ્યવસાયસ્થળો અને આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી સુરક્ષા માટે જરૂરી નોંધણી કરી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ચેકિંગ ડ્રાઇવનો હેતુ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો, સંદિગ્ધ લોકો પર નજર રાખવાની અને જિલ્લામાં કાયદો-વ્યોવસ્થા મજબૂત કરવાનો છે. અમરેલી પોલીસનું આ 100 કલાકનું વેરિફિકેશન અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande