


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SVEEP/SIR) અંતર્ગત કુંભારવાડા વિસ્તારમાં, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખ રામદેવ મોઢવાડીયા તથા દેવશી પરમાર ના માર્ગદર્શન સાથે તેમજ મહાનગરપાલિકા ના સક્રિય સહયોગથી વિશાળ સેવાકીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.કુંભારવાડા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5 અને 6 ના તમામ લોકોને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સરળ બને તે હેતુથી BLO તથા 10 થી વધુ સેવાભાવી યુવાનો દ્વારા એકસાથે ફોર્મ ભરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. સ્થળ ૫૨ જ ફોર્મની સંપૂર્ણ ચકાસણી, જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન તથા ઓનલાઈન સબમિશન જેવી તમામ પ્રક્રિયા એકજ સ્થળે પૂર્ણ કરવામાં આવી. જેમને ફોર્મ ભરવામાં અથવા દસ્તાવેજ અપલોડ કરવામાં મુશ્કેલી થતી હતી તેવા નાગરિકો માટે આ કેમ્પ અત્યંત લાભદાયી સાબિત થયો. સાથે સાથે 2002 પૂર્વની મતદાર યાદી વિશે માહિતી તથા ઓનલાઈન ચકાસણી પણ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી.
આ કેમ્પ દરમિયાન 900 થી વધુ ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થતા લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો. ખાસ કરીને, કેમ્પની કામગીરી જોવા આવેલ SDM જાદવ સાહેબ તથા DCM મનન ચતુર્વેદી સાહેબે કરવામાં આવેલી વ્યવસ્થા અને સેવા ભાવનાની પ્રશંસા કરી. કેમ્પને સફળ બનાવવા માટે યુવા આગેવાન, ગ્રીન પોરબંદરના કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર, તથા ટીમ સભ્યો રમેશભાઈ લુદરીયા, સંજય ભાઈ પરમાર રાજ પોપટ, કરણ પરમાર, દિપક ભરાડ, વિજય સરવૈયા, જગદીશ મોકરીયા, રવિ ડોકલ, નીતિન મેથાણીયા, કીર્તિબા, સરોજબેન વારા, જય પરમાર, ભાવેશ મેથાણીયા અશોક વારા મનીષ ભૂતિયા અશોક ચૌહાણ, ચંદુભાઈ ડાભી, વિનતી ચાવડા દીપેશ બામણીયા સાવનભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ લોકો ને મદદે સેવા માટે હાજર રહયા હતા
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya