


પાટણ, 23 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના સેવાભાવી તબીબ ડૉ. વિશાલ શુક્લના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિરૂપે બિંદુ સરોવર પુલ નીચે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સદારામ બ્લડ સેવા સમિતિ, જનરલ હોસ્પિટલ અને ધારપુર બ્લડ બેન્કના સહયોગથી થયેલા આ કેમ્પમાં 50થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું.
ડૉ. વિશાલ શુક્લની સેવાભાવી પ્રવૃત્તિઓને યાદ કરતાં સિદ્ધપુરના નાગરિકો, IMAના તબીબો અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક રક્તદાન માટે જોડાયા. સિદ્ધપુર HDFC બેન્ક દ્વારા તમામ રક્તદાતાઓને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આ કેમ્પમાં IMA પ્રમુખ અનિશ મનસુરી, સદારામ સમિતિના સેધુભા ઠાકોર, HDFC બેન્કના ઓપરેશન મેનેજર કમલેશ મોઢ તથા ડૉ. વિશાલ શુક્લના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને ડૉ. શુક્લને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ