જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા SIRની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર BLOsનું સન્માન કરાયું
જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં SIR અન્વયે મતદાર યાદી સુધારણા, ડિજિટાઇઝેશન સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સન્માનિત કરીને એક નવતર અને પ્રોત્સાહક પહેલ કરવા
બીએલઓનું સન્માન


જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં SIR અન્વયે મતદાર યાદી સુધારણા, ડિજિટાઇઝેશન સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સન્માનિત કરીને એક નવતર અને પ્રોત્સાહક પહેલ કરવામાં આવી છે.

કલેક્ટરે સન્માનિત કરાયેલ BLOs દ્વારા એકત્ર કરાયેલા અને વિતરણ કરાયેલા ફોર્મની સંખ્યા, ડિજિટાઇઝેશન થયેલા ફોર્મની વિગતો અને કામગીરીની ટકાવારી જેવી માહિતી મેળવી તેમની ઉત્કૃષ્ટ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

સન્માનિત થયેલા બુથ લેવલ ઓફિસરમાં ૭૬ કાલાવડ વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૯૮ ધ્રોલ-૭૫ના BLO જયશ્રીબેન તાળાનો સમાવેશ થાય છે, જેમણે કુલ ૧,૪૭૩ મતદારો પૈકી મેપિંગ તેમજ તા.૧૯/૧૧/૨૦૨૫ સુધીમાં ૫૫૪ મતદારોનું ડિજિટાઇઝેશન કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને ટાર્ગેટ મુજબ દરરોજ ૧૦૦ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું છે.

તેવી જ રીતે, ૭૬ કાલાવડ વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૧૦૫ વાંકિયા-૨ના BLO પ્રફુલાબેન બોડાને પણ સન્માનિત કરાયા, જેમણે ૧,૦૪૮ કુલ મતદારો પૈકી ૭૯.૮૦%નું મેપિંગ કરી, તા.૧૯/૧૧/૨૦૨૫ સુધીમાં ૭૬૪ મતદારોનું ડિજિટાઇઝેશન કરીને ૭૨.૯૦% જેટલી ઉચ્ચ કામગીરી પૂર્ણ કરી છે.તેમણે પણ ટાર્ગેટ મુજબ દરરોજ ૧૦૦ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું હતું.

આ ઉપરાંત, ૭૭ જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૧૩૭ લાખાબાવળ–૧ના BLO સોજિત્રા દિલિપકુમારે કુલ ૧૩૦૩ મતદારો પૈકી ૮૦૯ મતદારોનું મેપિંગ કરી ૬૨.૦૯% અને ૬૭૩ મતદારોનું ડિજિટાઇઝેશન કરી ૫૧.૬૫% કામગીરી કરેલ છે, અને તેમણે પણ ટાર્ગેટ મુજબ દરરોજ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું હતું.

એક અન્ય કિસ્સામાં, કલેક્ટરે BLO કોમલબેન અડવાણીના બૂથની આકસ્મિક મુલાકાત લીધી હતી અને એક અરજદાર તરીકે પ્રસ્તુત થયા હતા. તેમણે કોમલબેન દ્વારા મતદારોને સમજાવવાની અને તેમને મદદ કરવાની સમગ્ર કામગીરીને નિહાળી તેમના સંતોષકારક કાર્યને બિરદાવી તેમનું પણ સન્માન કર્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, ૭૬ કાલાવડ વિધાનસભા બેઠકના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, ૭૭ જામનગર ગ્રામ્ય બેઠકના મતદાર નોંધણી અધિકારી અને ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, અને ૭૯ જામનગર દક્ષિણ બેઠકના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ ઉપસ્થિત રહી BLOs દ્વારા કરાયેલ વિશિષ્ટ કામગીરીને પ્રોત્સાહિત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande