જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બે ગામને જોડતા રોડનું રૂ.4 કરોડના ખર્ચે રિસર્ફેસિંગનું કાર્ય શરૂ
જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કાલાવડ તાલુકાના બે મહત્ત્વના ગામોને જોડતા માર્ગના રિસર્ફેસિંગ કાર્ય માટે રૂ. 4 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.જે અંતર્ગત, બાલંભડીથી
રોડ રિસર્ફેસિંગ


જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કાલાવડ તાલુકાના બે મહત્ત્વના ગામોને જોડતા માર્ગના રિસર્ફેસિંગ કાર્ય માટે રૂ. 4 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.જે અંતર્ગત, બાલંભડીથી નપાણીયા ખીજડીયા સુધીના 5 કિલોમીટર લાંબા માર્ગના રિસર્ફેસિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગ જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે ​બાલંભડી તેમજ નપાણીયા ખીજડીયા ગામને કાલાવડ તાલુકા મથક સાથે જોડતા આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોની અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન વ્યવહારમાં થતી અગવડો દૂર કરવા માટે રાજ્ય સરકારે આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કર્યો છે.

​માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિભાગે આ રિસર્ફેસિંગ કાર્ય ચોક્કસ સમયમર્યાદા અને ગુણવત્તાયુક્ત માપદંડો સાથે પૂર્ણ થાય તે માટેનું આયોજન કર્યું છે.

​ટૂંક સમયમાં જ આ રિસર્ફેસિંગ કામગીરી પૂર્ણ થવાથી આસપાસના ગ્રામજનોને વાહન વ્યવહારમાં ખૂબ જ અનુકૂળતા રહેશે. સરળ અને મજબૂત માર્ગ મળવાથી ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા થશે તેમજ સમય અને ઈંધણની બચત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande