સિદ્ધપુર પોલીસે મંગલજીવન ટ્રસ્ટના વૃદ્ધો તથા બાળકો માટે વિશેષ ધાર્મિક ફિલ્મ ‘લાલો’ બતાવી સંવેદનાનુ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.બી. આચાર્ય, કરણસિંહ રાજપૂત અને પોલીસ સ્ટાફે સેદ્રાણા સ્થિત મંગલજીવન ટ્રસ્ટના વૃદ્ધો તથા ટ્રસ્ટ હેઠળ કાર્યરત ‘કલરવ’ સંસ્થાના બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. તમામને સુજાનપુર હાઇવે પ
સિદ્ધપુર પોલીસે મંગલજીવન ટ્રસ્ટના વૃદ્ધો તથા બાળકો માટે વિશેષ ધાર્મિક ફિલ્મ ‘લાલો’ બતાવી સંવેદનાનુ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.

સિદ્ધપુર પોલીસે મંગલજીવન ટ્રસ્ટના વૃદ્ધો તથા બાળકો માટે વિશેષ ધાર્મિક ફિલ્મ ‘લાલો’ બતાવી સંવેદનાનુ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.

પાટણ, 23 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.બી. આચાર્ય, કરણસિંહ રાજપૂત અને પોલીસ સ્ટાફે સેદ્રાણા સ્થિત મંગલજીવન ટ્રસ્ટના વૃદ્ધો તથા ટ્રસ્ટ હેઠળ કાર્યરત ‘કલરવ’ સંસ્થાના બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. તમામને સુજાનપુર હાઇવે પાસેના પ્લેનેટ મુવી ખાતે લઈ જઈને ધાર્મિક ફિલ્મ *‘લાલો’*નું દર્શન કરાવવામાં આવ્યું.

સેદ્રાણા ગામે કાકોશી રોડ પર આવેલું મંગલજીવન ટ્રસ્ટ અનાથ બાળકો અને જરૂરિયાતમંદ વૃદ્ધોને કાયમી આશ્રય આપે છે તેમજ પશુ સંવર્ધનનું કાર્ય પણ કરે છે. બાળકોના ઉછેર અને સંસ્કાર માટે ટ્રસ્ટ હેઠળ ‘કલરવ’ નામની સંસ્થા કાર્યરત છે.

પોલીસ જવાનોએ વૃદ્ધો અને બાળકોને સુવ્યવસ્થિત રીતે થિયેટર સુધી પહોંચાડીને તેમના માટે ખાસ બેઠકો અને સુવિધાઓની વ્યવસ્થા કરી. સિદ્ધપુર પોલીસની આ માનવીય પહેલને સ્થાનિક લોકોએ પણ સરાહનીય ગણાવી, કારણ કે પોલીસે કાયદો–સુવ્યવસ્થા જાળવવા સાથે સામાજિક સંવેદનાનો પણ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande