જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે આગામી તા.૨૫થી ૨૮ નવેમ્બર દરમિયાન સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન
જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે જામનગરમાં સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૫
દિવ્યાંગ સ્પે.ખેલ મહાકુંભ


જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે જામનગરમાં સ્પે. ખેલમહાકુંભ-૨૦૨૫નું આયોજન તારીખ ૨૫/૧૧/૨૦૨૫ થી તારીખ ૨૮/૧૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવશે.

સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫માં વિવિધ કેટેગરી જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત,, શારીરિક ક્ષતિગ્રસ્ત અને અંધજન માટે વિવિધ રમતની સ્પર્ધાઓનું આયોજન થનાર છે. માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના તમામ વયજૂથના ખેલાડીઓ માટે એથ્લેટીક્સ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૫/૧૧/૨૦૨૫ના રોજ, ડેફ (બહેરા) કેટેગરીના તમામ વયજૂથના ખેલાડીઓ માટે એથ્લેટીક્સ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૬/૧૧/૨૦૨૫ના રોજ, શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના તમામ વયજૂથના ખેલાડીઓ માટે એથ્લેટીક્સ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૭/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવશે. ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે કરવામાં આવશે.

શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના તમામ વયજૂથના ખેલાડીઓ માટે ક્રિકેટ તેમજ વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ ના રોજ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે કરવામાં આવશે. અંધજન કેટેગરીના તમામ વયજૂથના ખેલાડીઓ માટે ચેસ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૭/૧૧/૨૦૨૫ ના રોજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, જામનગર ખાતે થશે. એથ્લેટીક્સ રમતની સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી સત્ય સાંઈ વિદ્યાલય, જામનગર ખાતે કરવામાં આવશે.

શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની રમતની સ્પર્ધાઓના આયોજન માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી સંસ્થા, જામનગરે સહયોગી સંસ્થા તરીકે ભાગ લીધો છે. તેમજ અંધજન (બ્લાઇન્ડ) કેટેગરીની રમતની સ્પર્ધાઓના આયોજન માટે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ, જામનગરે સહયોગી સંસ્થા તરીકે ભાગ લીધો છે. આથી જામનગર જિલ્લાના સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫માં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ દિવ્યાંગ ખેલાડીઓએ આયોજીત તમામ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande