વારાહી ખાતે 3.21 લાખની ચોરી, અજાણ્યો ચોર ફરાર
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં ગૌરવકુમાર અશોકભાઈ સુથારના ઘરમાંથી કુલ ₹3,21,000ના મુદ્દામાલની ચોરી થઈ છે. અજાણ્યા ચોરે રોકડ રકમ સાથે સોના-ચાંદીના દાગીના તથા મૂર્તિઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ ચોરી 3
વારાહી ખાતે 3.21 લાખની ચોરી, અજાણ્યો ચોર ફરાર


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં ગૌરવકુમાર અશોકભાઈ સુથારના ઘરમાંથી કુલ ₹3,21,000ના મુદ્દામાલની ચોરી થઈ છે. અજાણ્યા ચોરે રોકડ રકમ સાથે સોના-ચાંદીના દાગીના તથા મૂર્તિઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ ચોરી 30 ઓક્ટોબર 2025ના બપોરે 2 વાગ્યાથી 31 ઓક્ટોબર 2025ની રાત્રે 8:30 વચ્ચે થઈ હતી. ફરિયાદી ગૌરવકુમાર (ઉંમર 32, રહેવાસી – ભરવાડ મંદિર સામે, વારાહી)એ પોલીસ મથકે જાણ કરી હતી કે ચોરે ઘરની તિજોરી તોડી ₹33,000 રોકડા, ₹2,10,000નું સોનાનું મંગળસૂત્ર, ₹30,000ની બે સોનાની બુટ્ટી, ₹25,000ની ચાંદીની અંબે માતાજીની મૂર્તિ, ₹15,000ની બે ચાંદીની ઝાંઝર, ₹5,000ની બે ચાંદીની લક્કી, ₹2,000ની ચાંદીની રુદ્રાક્ષ માળા અને ₹1,000નો ચાંદીનો સિક્કો ચોરી ગયો હતો.

ફરિયાદ મળતાં જ વારાહી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ તેજ કરી આરોપીને ઝડપવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande