ઘરકામ કરતી મહિલાએ એક વર્ષમાં ટુકડે ટુકડે ઘરમાંથી લાખ્ખોની ચોરી કરી
સુરત, 4 નવેમ્બર (હિ.સ.)-શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં અંબિકા નિકેતર મંદિર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં કામ કરવા ઘરે કામ કરવા આવતી મહિલાએ ઘરમાંથી ટુકડે ટુકડે ટુકડા રૂપિયા 1.8 લાખની ચોરી કરી હતી. એટલું જ નહીં તથા સોનાના કડા, ચાંદીના વાસણો તથા એપલ કંપનીનું
ઘરકામ કરતી મહિલાએ એક વર્ષમાં ટુકડે ટુકડે ઘરમાંથી લાખ્ખોની ચોરી કરી


સુરત, 4 નવેમ્બર (હિ.સ.)-શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં અંબિકા નિકેતર મંદિર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં કામ કરવા ઘરે કામ કરવા આવતી મહિલાએ ઘરમાંથી ટુકડે ટુકડે ટુકડા રૂપિયા 1.8 લાખની ચોરી કરી હતી. એટલું જ નહીં તથા સોનાના કડા, ચાંદીના વાસણો તથા એપલ કંપનીનું આઇપેડ અને કેમેરો સહિતની મળી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધાએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અંબિકા નિકેતન મંદિર પાસે આવેલ પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતા રમાકાંત સુરેખાના 61 વર્ષીય પત્ની ઉષાબેને ગતરોજ ઉમરા પોલીસ મથકમાં હીનાબેન મનોજભાઈ પટેલ (રહે અંબિકા નિકેતન મંદિર પાસે અઠવાલાઇન્સ) સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હીનાબેન તેમના ઘરે ઘરનું કામકાજ કરવા માટે આવતા હતા. આ દરમિયાન તેમણે રોજ તારીખ 1/8/2024 સવારે 9:00 વાગ્યાથી તારીખ 31/1/2025 ના રાત્રે આઠ વાગ્યાના સમયગાળાની અંદર અલગ અલગ સમયે ટુકડે ટુકડે ઘરમાંથી રોકડા રૂપિયા 1.08 લાખ તથા સોનાના કડા, ચાંદીના વાસણો, એપલ કંપનીનો આઇપેડ, કેનન કંપનીનો કેમેરો સહિતની ચોરી કરી હતી. જેથી આખરે બાદમાં ઉષાબેનને ઘરમાં ચોરી થવામાં હીનાબેનનો હાથ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ગતરોજ તેઓએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે નોકર ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande