
સુરત, 4 નવેમ્બર (હિ.સ.)-શહેરના ઉધના વિસ્તારમાં રહેતા અને ગેસના બાટલા સપ્લાય કરતા આધેડ થોડા દિવસ અગાઉ ઉધના વિસ્તારમાં આવેલ ગેસના ગોડાઉન પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમણે પોતાની ચાર મહિનાના પગારના પૈસા એક સાથે લઈને નીકળ્યા ત્યારે ઓટોરિક્ષામાં સવારે એક અજાણી મહિલા અને રીક્ષા ચાલકે તેનો પીછો કરી તેના રસ્તા વચ્ચે અટકાવ્યો હતો અને ધાકધમકી આપી તેમની પાસેથી રોકડા રૂપિયા 40,000 પડાવી લીધા હતા. એટલું જ નહીં પરંતુ બનાવને પગલે આખરે ભોગ બનનારે આ મામલે ગતરોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા અને રીક્ષા ચાલક સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉધના વિસ્તારમાં પિયુષ પોઇન્ટ પાસે આવેલ ચીકુવાડી રો હાઉસમાં રહેતા 53 વર્ષીય સંતોષભાઈ દગડુભાઈ મરાઠે ગેસના બાટલા સપ્લાય કરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 23/10/2025 ના રોજ બપોરે બે થી અઢી વાગ્યાના અરસામાં તેઓ ગેસના સપ્લાયનું કામકાજ પતાવી ઉધના વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ સાઈનાથ મંડપ પર ગેસના ગોડાઉન પર ગયા હતા. જ્યાંથી તેઓ ચાર મહિનાનો પગાર એક સાથે લઈ રોકડા રૂપિયા 40,000 લઈ ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન રીક્ષા ચાલક યુવક અને અજાણી મહિલાએ તેમનો પીછો કર્યો હતો અને રસ્તા વચ્ચે તેમને આંતરિક બળજબરી થી ધાક ધમકી આપી તેમની પાસેથી રોકડા રૂપિયા 40,000 લૂંટી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર સંતોષ મરાઠે ઉધના પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા અને રીક્ષા ચાલક યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે