રાશનની સરકારી 356 દુકાનોની હડતાળથી જામનગર જિલ્લાના લાભાર્થીઓ ભારે પરેશાન
જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં 356 રેશનિંગ દુકાણદારોની હડતાળ સજ્જડ હોવાનો દાવો એસો.ના પ્રમુખે કર્યો હતો. એક પણ વેપારીએ પરમીટ જનરેટ કરાવેલ નથી. બીજી તરફ હડતાળના કારણે ગરીબોને અનાજ નહિ મળતા કકળાટ શરૂ થયો છે. જામનગર સહિત સૌરાષ્ટ્રના 5500
સસ્તા અનાજના વેપારી


જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં 356 રેશનિંગ દુકાણદારોની હડતાળ સજ્જડ હોવાનો દાવો એસો.ના પ્રમુખે કર્યો હતો. એક પણ વેપારીએ પરમીટ જનરેટ કરાવેલ નથી. બીજી તરફ હડતાળના કારણે ગરીબોને અનાજ નહિ મળતા કકળાટ શરૂ થયો છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રના 5500 અને રાજ્યના 17000થી વધુ સસ્તા અનાજના વેપારીઓની સજ્જડ હડતાલ વચ્ચે પરમીટ જનરેટ કરવાની મુદ્દત પૂર્ણ થતા હવે સરકારને બીજી વખત પરમીટ માટે મુદ્દત વધારો કરવો પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. દરમિયાન બબ્બે વખત અધિકારીઓ સાથે મંત્રણા નિષ્ફળ ગયા બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગરીબોને અનાજ નહીં મળતા કકળાટ મચ્યો છે.

સરકારે દિવાળી અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ પરમીટની મુદતમાં વધારો કર્યો ન હતો. નિયમ મુજબ વેપારીઓએ મહિનાના અંતે 30-31 તારીખ સુધીમાં પરમીટ જનરેટ કરાવી લેવાની હોય છે. ચાલુ મહિને હડતાલના કારણે વેપારીઓએ પરમીટ નહીં ઉપાડતા સરકારે 3 તારીખ સુધીની મુદત આપી હતી.

હવે આ મુદત પુરી થતા સુધીમાં જામનગર જિલ્લાના 356 સસ્તા અનાજના વેપારીઓએ પરમીટ જનરેટ કરી નહિ હોવાનું જામનગર જિલ્લા સસ્તા અનાજ વેપારી એસોસિયનના પ્રમુખ ભાવિનભાઈ ગણાત્રા એજણાવ્યું હતું કે જિલ્લામાં એક પણ દુકાન ખુલ્લી નથી. સસ્તા અનાજની દુકાન ખુલ્લી નથી હડતાળ સજ્જડ છે.એકપણ વેપારી વેપારીએ પરમીટ જનરેટ કરાવેલ નથી.

સસ્તા અનાજના વેપારીઓની માંગણીઓ સરકાર દ્રારા નહિ ઉકેલાતા વેપારીઓએ હડતાળ ઉપર જતા દુકાનો બંધ રહી છે.જેના કારણે માલનું વિતરણ કરવામાં નહિ આવતા ગરીબોમાં કકળાટ મચ્યો છે.

રેશનીંગ દુકાનદારોને માલનું વિતરણ કરવા માટે અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે વેપારીઓને સમજાવી ગરીબ પરિવારોને અનાજ પૂરવઠો આપવા દબાણ કરી રહ્યા હોવાની વિગત સપાટી ઉપર આવી છે. બીજી બાજૂ વેપારીઓ પણ ટસના મસ નહીં થતા આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા આંદોલન આક્રમક કરવા તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande