કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 - પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના 25 ગામોની પસંદગી, શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા
- આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરાશે જેથી આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે મોરબી, 4 નવેમ્બર (હિ.સ.) ભારતની વસ્તી ગણતરી–2027 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જ
કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 - પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના 25 ગામોની પસંદગી


- આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરાશે જેથી આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે

મોરબી, 4 નવેમ્બર (હિ.સ.) ભારતની વસ્તી ગણતરી–2027 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જે અંતર્ગત પ્રિટેસ્ટિંગ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પસંદગી કરવામાં આવી છે અને 25 ગામનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામગીરીના ભાગરૂપે ટંકારામાં એમપી દોષી વિદ્યાલય ખાતે બે બેચમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં વસ્તી પ્રોફાઇલ, પરિવારોની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને ડિજિટલ પદ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પદ્ધતિ સમજાવવાનો છે. જેથી આ તાલીમ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી ડિજિટલ રૂપે કરવા મોબાઈલ એપમાં સર્વે, ડિજિટલ ડેટા કલેકશન, ગણતરીની એન્ટ્રી અને કુટુંબની લેવાની જરૂરી માહિતી તથા વસતી ગણતરી અંગે પ્રાથમિક જાણકારી શિક્ષકોને આપવામાં આવી હતી. ઉપરાંત સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર, ડેટાની ગુપ્તતા અને સચોટતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના કુલ 25 ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે.

આ તાલીમમાં તાલુકાના મામલતદાર પી.એન. ગોર, નાયબ મામલતદાર પી.એચ. પરમાર અને કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને તાલીમ માટે નિષ્ણાત ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande