પાટણના ખાન સરોવરમાં હજારો માછલીઓના મૃત્યુથી ચકચાર, શહેરીજનોમાં પાણીની ગુણવત્તા અંગે ચિંતા
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટતાં હજારો માછલીઓ મૃત્યુ પામી છે, તેમજ સરોવરમાં મરેલા કૂતરાઓના હાડપિંજર પણ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિને કારણે નગરજનોમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર ચિંત
પાટણના ખાન સરોવરમાં હજારો માછલીઓના મૃત્યુથી ચકચાર, શહેરીજનોમાં પાણીની ગુણવત્તા અંગે ચિંતા


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટતાં હજારો માછલીઓ મૃત્યુ પામી છે, તેમજ સરોવરમાં મરેલા કૂતરાઓના હાડપિંજર પણ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિને કારણે નગરજનોમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા ફેલાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા સરોવરની યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે.

નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક રીતે સરોવરથી મૃત માછલીઓ અને કૂતરાઓના દેહ દૂર કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ ઉઠી છે. કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટે સ્થળની મુલાકાત બાદ જણાવ્યું કે હજારો માછલીઓના દેહ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. તેમણે પાલિકાને આંતરિક વિવાદો છોડીને શહેરીજનોને શુદ્ધ પાણી પૂરુ પાડવા અપીલ કરી. શાસક પક્ષના ડૉ. નરેશભાઈ દવેએ જણાવ્યું કે હાલ પાણી ઉકાળી પીવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.

પાલિકા પ્રમુખ હિરલ પરમારે જણાવ્યું કે જ્યારે પાણી પુરવઠો શરૂ કર્યો ત્યારે સફાઈ કરાવવામાં આવી હતી, પરંતુ હવે મીડિયાના માધ્યમથી આ બાબત સામે આવી છે. તેમણે ખાતરી આપી કે ખાન સરોવરની તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande