આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રો જોગ મધીયો, થ્રિપ્સ અને ઈયળ જેવી જીવાતોના ઉપદ્રવ માટે સૂચનો
સોમનાથ,4 નવેમ્બર (હિ.સ.) બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે કે, હાલ આંબા પાકમાં નવા પાન (પિલવણી) આવવાની પ્રક્રિયા ચાલુ હોય, જેના કારણે મધીયો, થ્રિપ્
આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રો જોગ મધીયો, થ્રિપ્સ અને ઈયળ જેવી જીવાતોના ઉપદ્રવ માટે સૂચનો


સોમનાથ,4 નવેમ્બર (હિ.સ.) બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે કે, હાલ આંબા પાકમાં નવા પાન (પિલવણી) આવવાની પ્રક્રિયા ચાલુ હોય, જેના કારણે મધીયો, થ્રિપ્સ અને ઈયળ જેવી જીવાતોનો ઉપદ્રવ રહેવાની શકયતા છે.

જીવાતોનો ઉપદ્રવ હોવાથી બગીચામાં મોજણી કરતા રહેવું અને જરૂર જણાય તો નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક અથવા નીમ ઓઇલનો સ્પ્રે કરી શકાય. રાસાયણિક નિયંત્રણ માટે થાયોમેથોકઝામ 25% + લેમડાસાયહેલોથ્રિન 5% @ 0.5 મિલી. પ્રતિ લિટર અથવા પ્રોફેનોફોર્સ 40% + સાયપરમેથ્રિન 4% EC @ 1.0 મિલી. પ્રતિ લિટર અથવા લેમડાસાયહેલોથ્રિન 5% EC @ 1.0 મિલી. પ્રતિ લિટર અથવા ઈમિડાક્લોપ્રીડ 17.80 SL @ 0.4 મિલી. પ્રતિ લિટર થડ, ડાળીઓ અને ઉપદ્રવિત નવી કૂપણો/પાન પર સ્પ્રે કરી શકાય.

બગીચામાં સાફ-સફાઈ કરી થડ પર બોરડો પેસ્ટ લગાવી શકાય તેમજ હળવી ખેડ કરી જમીનમાંનો ભેજ ઓછો કરી શકાય. વાતાવરણ સાનુકૂળ રહેશે તો ટૂંક સમયમાં ફ્લાવરિંગની શરૂઆત થઇ શકે. ફ્લાવરિંગ પર રાસાયણિક દવાઓના સ્પ્રે ઓછા કરવા. વધુ માહિતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલાનો સંપર્ક કરવો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande