
સોમનાથ,4 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદ સમયે માછીમારી દરમિયાન ઉના તાલુકાના નવાબંદર ગામના અશોક કાનાભાઈ સોલંકી ની બોટ દરિયામાં ડુબી જતા ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડ એ બોટ માલિક અશોકકાનાભાઈ સોલંકી અને બોટમાં હાજર ખલાસીઓને મળી તેમની પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યારબાદ ધારાસભ્ય કાળુ રાઠોડ દ્વારા નવાબંદરગામે ચાલી રહેલા જેટીના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે નવાબંદર ગામના સરપંચના પ્રતિનિધિ સોમવારમજીઠીયા, ઉપસરપંચ હરકિશન સોલંકી, બોટ એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ કરશનભાઈ બાંભણીયા, કોળી સમાજના પટેલ જીગ્નેશ બાંભણીયા, ખારવા સમાજના પટેલ નરેશ બારીયા, વણાકરીયા સમાજના પટેલ ભરત બારીયા, ધર્મેન્દ્ર સોલંકી (ધર્મુભાઈ), શાંતિ કામળીયા, બીપીન બાંભણીયા તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ