કમોસમી વરસાદથી થયેલ નુકસાન માટે હારીજ કોંગ્રેસ દ્વારા વળતરની માંગ
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ હારીજ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું. આ આવેદનપત્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા મોટાપાયે નુકસાન માટે યોગ્ય વળતર આપવા
કમોસમી વરસાદથી થયેલ નુકસાન માટે હારીજ કોંગ્રેસ દ્વારા વળતરની માંગ


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ હારીજ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું. આ આવેદનપત્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા મોટાપાયે નુકસાન માટે યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, હારીજ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે.પક્ષે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું આર્થિક વળતર ચુકવવાની માંગ કરી હતી અને સરકારને ખેડૂતોના હિતમાં ઝડપી પગલાં લેવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande