
જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સીનીયર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ટર ડિસ્ટ્રીક રમનાર હોવાથી તેના ભાગરૂપે જામનગર ડિસ્ટ્રીક ટીમની પસંદગી કરવાની હોવાથી સિલેકશન નેટ 15 થી 16 નવેમ્બર 2025 ના બે દિવસ સુધી સવારે 9 થી 2 વાગ્યા સુધી ક્રિકેટ બંગલો, અજીતસિંહ પેવેલિયન પર રાખવામાં આવ્યું છે.પસંદગી પામવા ઇચ્છીત ખેલાડીઓએ પોતાના કાગળોમાં આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો તથા રહેઠાણ આધાર પુરાવા સાથે ક્રિકેટ કોલ મહેન્દ્રસિંહ ચૌહાણની સંપર્ણ કરી વિગત સાથે નામ નોંધાવી દેવાના રહેશે.
આ ટુર્નામેન્ટ જામનગર તેમજ દ્વારકા ડિસ્ટ્રીકના ખેલાડી સહિત જામનગર ગ્રામય તથા અન્ય ડિસ્ટ્રીકના ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ પસંદગી સમિતિના સભ્યમાં કશ્યપ મહેતા (રણજી પ્લેયર) ચેરમેન, જયશ્રીબા જાડેજા (એક્સ. સીનીયર પ્લેયર સૌરાષ્ટ્ર), બાલ કિષ્ન જાડેજા (રણજી પ્લેયર), સુનીલ વાઘેલા (જામનગર ડિસ્ટ્રીકટ પ્લેયર) તેમજ વિજય બાબરીયા (જામનગર ડીસ્ટ્રીકટ પ્લેટરનો સમાવેશ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt