ગરીબ પરિવાર માટે જામનગર મહાનગરપાલિકાએ પીએમ આવાસ યોજનાની નવી સ્કીમ જાહેર કરી
જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી-1 અંતર્ગત વર્ષ 2015-16થી 2024ના દસ વર્ષના ગાળામાં 10 હાઉસીંગ યોજનાઓમાં કુલ 3376 ફ્લેટસ બનાવ્યા બાદ પ્રધાન મંત્રી આવાસ યોજના શહેરી-2 એટલે કે બીજા તબક્કાની ટુ-બેડરુમ, હોલ-ક
કોર્પોરેશન


જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી-1 અંતર્ગત વર્ષ 2015-16થી 2024ના દસ વર્ષના ગાળામાં 10 હાઉસીંગ યોજનાઓમાં કુલ 3376 ફ્લેટસ બનાવ્યા બાદ પ્રધાન મંત્રી આવાસ યોજના શહેરી-2 એટલે કે બીજા તબક્કાની ટુ-બેડરુમ, હોલ-કીચન ધરાવતાં 584 ફ્લેટો ધરાવતી પ્રથમ આવાસ યોજનાનું તા.1 નવેમ્બરથી ઓન-લાઈન બુકીંગ શરુ કરી દીધું છે.

જે 31 જાન્યુઆરી-2026 સુધી તેના બુકીંગ ચાલુ રહેશે. 3 લાખ રૂપિયાની વાર્ષિક મહત્તમ આવક ધરાવતા વર્ગ માટે બનનારા આ ભુકંપ પ્રુફ બાંધકામ ધરાવતા ટાવરોના ફ્લેટસની કિંમત રૂ.9 લાખ જાહેર થઈ છે.

મહાનગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના-2ની પ્રથમ યોજનાની બનનારી પ્રથમ આવાસ યોજનાનું ડોટ ગોવ ડોટ ઈન તેમજ પીએમએવાય સર્વે/એલીજીબીલીટીચેક ડોટ એએસપીએક્સ નામની વેબ સાઈટો ઉપર થઈ શકશે. તેમજ લાભ લેવા માંગતા લોકો તંત્રએ માંગેલા તમામ ડોક્યુમેન્ટ સાથે કોર્પોરેશનના વહિવટી ભવનના ચોથા માળે આવેલા હાઉસીંગ સેલમાં પણ 31/1/26 સુધી સંપર્ક કરી શકે છે.

આ આવાસ યોજનાની વિશેષતાઓમાં તંત્ર જણાવે છે કે, કેમ્પસના રસ્તા આરસીસી તથા પેવર બ્લોક્સવાળા રહેશે, બારીઓ એલ્યુમિનિયમ સેક્શનની અને કાચવાળી, લીફ્ટની સુવિધા, કવર્ડ પાકિગ, આકર્ષણ લેન્ડ સ્ક્રેપીગ, પાણી, કેમ્પસ લાઈટ અને ભુગર્ભ ગટરની સુવિધા પણ અપાશે. કોર્પોરેશનના હાઉસીંગ સેલના ડે. ઈજનેર અશોકભાઈ જોષી જણાવે છે કે, કમિશનર ડી.એન. મોદી અને સીટી ઈજનેર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી માટે નાગરિકો રૂબરુ કચેરીનો સંપર્ક સાધી શકશે. તંત્ર તમામ માહિતી-માર્ગદર્શન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande