જામનગરની વિખ્યાત બાલાચડી સૈનિક સ્કુલમાં અસુવિધાઓની ભરમાર અંગે વાલીઓએ આપ્યું આવેદન
જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગરના જોડીયા નજીક આવેલા બાલાચડી ગામે 1961થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કુલમાં અંધેર તંત્ર ચાલતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં રેગીંગ, નબળી ગુણવત્તાના ભોજન, વર્ગમાં શિક્ષકો મોબાઈલમાં મસ્ત, અપુરતા શિક્ષકો, બંધ સ્વીમીંગ
બાલચડી સ્કૂલ


જામનગર, 4 નવેમ્બર (હિ.સ.) જામનગરના જોડીયા નજીક આવેલા બાલાચડી ગામે 1961થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કુલમાં અંધેર તંત્ર ચાલતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં રેગીંગ, નબળી ગુણવત્તાના ભોજન, વર્ગમાં શિક્ષકો મોબાઈલમાં મસ્ત, અપુરતા શિક્ષકો, બંધ સ્વીમીંગ પુલ સહિતના 18 મુદ્દાઓની વિસ્તૃત વિગતો સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપવા સાથે વડાપ્રધાન, રક્ષામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજુઆતો કરીને ગંભીર બાબતો ધ્યાને લઈને સ્થિતિ સુધારવા માંગણી કરી છે.

હાજર હોવા છતાં રજુઆત સાંભળવા માટે આચાર્ય ક્યારેય મળતા જ ન હોવાની ફરિયાદ પણ કરી છે. જામનગર તાલુકાના વીજરખી ગામે રહેતા અશ્વિન લોખીલ તથા અન્ય વાલીઓએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે. જામનગરની 1961થી. કાર્યરત બાલાચડી સેનીક સ્કૂલની ભુતકાળની છબી ધ્યાને લઈને જે વાલીઓ પોતાના બાળકોને રૂ.1 લાખ. 85 હજારની ફી ભરીને પોતાના સંતાનોને સેનામાં મોકલવાના સપના જોઈને શાળામાં મોકલે છે.

તેઓને પસ્તાવો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એન.ડી.એ. માટે બાળકો તૈયાર કરવામાં શાળા નિષ્ફળ રહી છે. શાળામાં કાયમી શિક્ષકો નથી, જે છે તે ચાલુ વર્ગમાં મોબાઈલનો ઉપયોગ કરે છે.

મોટાભાગના બાળકો ગુજરાતી માધ્યમમાંથી આવતા હોવા છતાં બાળકોને માટે અંગ્રેજીના એક્સ્ટ્રા કલાસ રખાતા નથી. તમામ બાબતે મેઈલથી જ રજુઆત કરવા જણાવાય છે. પણ મેઈલનો જવાબ મળતો નથી. આચાર્ય હોવા છતાં પણ વાલીઓને મળતા નથી. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારકુટ કરે છે, રેગીંગ કરે છે, ત્રાસ આપે છે. તે સહિતના વાલીઓએ આક્ષેપો કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande