સિધ્ધપુર સિંધી સમાજ દ્વારા અમિત બગેલ વિરૂદ્ધ મામલતદાર તેમજ પ્રાંતને આવેદનપત્ર આપ્યું
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) ગત તારીખ 26/10/2025 ના રોજ છત્તીસગઢ ખાતે jcb ના પ્રેસિડેન્ટ અમિત બગેલ દ્વારા સિંધી સમાજના લોકો વિરુદ્ધ ખોટા નિવેદનો આપી તેમજ વરૂણદેવ એવો અમારા ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિરુદ્ધ આપત્તિજનક અને અશોભનીય નિવેદન આપેલ હોય જેથી તેના વ
સિધ્ધપુર સિંધી સમાજ દ્વારા અમિત બગેલ વિરૂદ્ધ મામલતદાર તેમજ પ્રાંતને આવેદનપત્ર આપ્યું


સિધ્ધપુર સિંધી સમાજ દ્વારા અમિત બગેલ વિરૂદ્ધ મામલતદાર તેમજ પ્રાંતને આવેદનપત્ર આપ્યું


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) ગત તારીખ 26/10/2025 ના રોજ છત્તીસગઢ ખાતે jcb ના પ્રેસિડેન્ટ અમિત બગેલ દ્વારા સિંધી સમાજના લોકો વિરુદ્ધ ખોટા નિવેદનો આપી તેમજ વરૂણદેવ એવો અમારા ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિરુદ્ધ આપત્તિજનક અને અશોભનીય નિવેદન આપેલ હોય જેથી તેના વિરુદ્ધ સિદ્ધપુર સિંધી સમાજના લોકોએ સખત શબ્દોમાં વખોડી મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ અમિત બગેલ મુર્દાબાદ ના નારા સાથે અમિત બગેલના ફોટો વાળા બેનર ઉપર ચપ્પલ વડે માર મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભારતની એકતા અને અખંડિતતા અને તોડવાનું કાર્ય કરેલ હોય તેથી તેના વિરુદ્ધ સરકાર દ્વારા ફરિયાદ કરીને સખતમાં સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપ્યુ હતુ સાથે સાથે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande