પાટણ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમનો પ્રારંભ, મતદારોને સહયોગની અપીલ
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ શરૂ થયો છે. આ અંતર્ગત બુથ લેવલ ઓફિસર (BLO) મતદાતાઓના ઘેર જઈને 7 નવેમ્બર 2025 સુધી ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરીત કરી રહ્ય
પાટણ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમનો પ્રારંભ, મતદારોને સહયોગની અપીલ


પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ શરૂ થયો છે. આ અંતર્ગત બુથ લેવલ ઓફિસર (BLO) મતદાતાઓના ઘેર જઈને 7 નવેમ્બર 2025 સુધી ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરીત કરી રહ્યા છે. મતદાતાઓને વિનંતી છે કે BLOની બીજી મુલાકાત પહેલાં ફોર્મ ભરીને પરત આપે.

આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં મતદાતાના રક્તસંબંધ અને અન્ય વિગતોની ખરાઈ કરવામાં આવશે, જેથી ખોટા કે અયોગ્ય નામો દૂર કરી શકાય. BLO દ્વારા મતદારોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ સુધારણાનો મુખ્ય હેતુ માત્ર લાયક અને સાચા મતદારોના નામો જ મતદાર યાદીમાં સમાવેશ કરવાનું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટે નાગરિકોને આ કામગીરીમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે સમયસર ફોર્મ ભરવું જરૂરી છે. વહીવટી તંત્રએ પણ મતદારોને જાગૃત નાગરિક તરીકે આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande