
પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તાજેતરમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનમોઢવાડિયાએ પણ જિલ્લાના અસરગ્રસ્ત વિવિધ વિસ્તારની મુલાકાત લઈ અને પાક નુકસાનની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
કમોસમી વરસાદથી ખેડૂતો પર પડેલી આ કુદરતી આફતમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગ દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની ઝડપી કામગીરી પ્રત્યે બગવદર ગામના ખેડૂત જયદિપ વીસાણાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.ખેડૂત જયદિપભાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કમોસમી વરસાદના કારણે 10 થી 12 વિઘામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પાક નુકસાનનો સર્વે રાજ્ય સરકારે દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી તે ખેડૂતો આવકારદાયક છે અને સરકાર ખેડૂતોને મદદ કરે એવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya