


પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે સાથે પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોમાં થયેલાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ કરીને કમોસમી વરસાદથી પ્રભાવિત પાક નુકશાની સર્વે રાજ્ય સરકારને સુપ્રત કરાયો છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ એચ.એ.ત્રિવેદી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, કમોસમી વરસાદથી પ્રભાવિત પાકા નુકશાની સંદર્ભે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં તમામ 3 તાલુકામાં તમામ 154 ગામોમાં 44 ટીમો દ્વારા સરકારના નિયમોનુસારનો સર્વે હાથ ધરી સમગ્ર જિલ્લામાં તમામ અસરગ્રસ્ત ખેડૂતોને આવરી લઈને જિલ્લાનો કુલ વાવેતર પૈકી 84194 હેક્ટર વિસ્તાર નો એસ ડી આર એફ ના ધારા ધોરણ અનુસાર નો અહેવાલ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના પરામર્શમાં રહી રાજ્ય સરકાર ને સુપ્રત કરવામાં આવ્યો.
જિલ્લા ખેતીવાડી અધિકારી ત્રિવેદીએ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા વહીવટીતંત્રને મળેલ માર્ગદર્શન અને સાથ સહકાર બદલ તથા પદાધિકારીઓ અને સમગ્ર સર્વે ટીમના સભ્યઓ અને તમામ સરપંચઓ , તલાટીઓ,ગ્રામસેવકઓનો આભાર વ્યક્ત કરી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના અમૂલ્ય માર્ગદર્શન તળે થયેલ કામગીરી બદલ કૃતજ્ઞતા વ્યકત કરી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya