
સુરત, 4 નવેમ્બર (હિ.સ.) શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેલી હોવાના દાવાઓ વચ્ચે અસામાજિક તત્વો આતંક મચાવી રહયા છે.દરમિયાન અહીં આવેલ સાઈ પોઇન્ટ પાસે ચા પીવા માટે ગયેલા બે યુવકો સાથે કેટલાક ઈસમોએ મારામારી કરી તૂટી પડ્યા હતા.અને બન્ને ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.આ ઘટનાને પગલે સ્થળ પર નાશભાગ મચી ગઈ હતી.એટલું જ નહીં અસામાજિક તત્વો દવારા એક યુવકને જમીન ઉપર બેરહેમીપૂર્વક મારમારતા હોવાની ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે.બીજી બાજુ આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ ડિંડોલી ખાતે આવેલ સાઈપોઇન્ટ પાસે બે યુવકો સાથે મારામારી કરી બન્ને ઉપર ચપ્પુના ઘા ઝીંકાયા હતા. કેટલાક અસામાજિક તત્વો બન્ને યુવકો પર તૂટી પડ્યા હતા.અને બેરહેમીપૂર્વક મારમારી હુમલો કરવામાં આવ્યો હતો.વધુમાં વિશાલ અને જયેશે જણાવ્યું હતું કે તેઓ ગઈ કાલે સાઈપોઇન્ટ પાસે આવેલ એક ચાની દુકાને ચા પીવા માટે ગયા હતા ત્યારે એક વ્યક્તિને ધક્કો લાગી ગયો હતો, તે વ્યક્તિ દારૂના નશામાં ધૂત હતી, ધક્કો લાગવા જેવી સામાન્ય વાતને લઈને તેને પોતાની પાસેથી ચપ્પુ કાઢ્યો અને સીધે મારવા લાગ્યો હતો.જેમાં જયેશને માથાના ભાગે ત્રણથી ચાર જેટલા ટાંકા આવ્યા છે અને કમરના ભાગે પણ ઇજા પહોંચી છે.એટલુંજ નહીં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ છે.ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઊભેલા હુમલાખોરો હુમલો કરે છે. એટલુંજ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે હુમલાખોરો જયેશને જમીન પર પાડ બેરહેમીપૂર્વક માર મારી રહ્યા હતા, હુમલામાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો કર્યા બાદ બદમાશો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે.જોકે પોલીસની તપાસ બાદ સાચું કારણ સામે આવશે.આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે