ઓદ્યોગિક વિસ્તારમાં ઘરકામ કરતી મહિલા ચરસ સાથે ઝડપાઈ
સુરત, 5 નવેમ્બર (હિ.સ.)-શહેરના ઓદ્યોગિક વિસ્તારમાં નશાના જથ્થાની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. વિશ્વસનીય માહિતીના આધારે સર્વેલન્સ ટીમે ઇચ્છાપોર વિસ્તારની ગાયત્રી નગર સોસાયટીમાં એક મકાન પર દરોડો પાડ્યો. આ પગલામાં ઘર કામ કરીને જીવન ગુજારતી
Arrest


સુરત, 5 નવેમ્બર (હિ.સ.)-શહેરના ઓદ્યોગિક વિસ્તારમાં નશાના જથ્થાની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. વિશ્વસનીય માહિતીના આધારે સર્વેલન્સ ટીમે ઇચ્છાપોર વિસ્તારની ગાયત્રી નગર સોસાયટીમાં એક મકાન પર દરોડો પાડ્યો. આ પગલામાં ઘર કામ કરીને જીવન ગુજારતી પાર્વતીબેન સતીષ શર્મા નામની મહિલાને ચરસ સાથે ઝડપી પાડવામાં આવી.

પોલીસે પાર્વતીબેનના ઘરે શોધખોળ કરી ત્યારે કુલ 1.762 કિલોગ્રામ ચરસ જપ્ત કરાયો, જેની અંદાજિત કિંમત લગભગ રૂપિયા 88 હજારથી વધુ છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 93 હજારથી વધુનો માલ કબજે લેવાયો.

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના વતની તથા હાલ ઇચ્છાપોરમાં વસવાટ કરતી પાર્વતીબેને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે ચરસ તેને “પપ્પુ” નામના અજાણ્યા વ્યક્તિએ વેચાણ માટે આપ્યો હતો.

પોલીસ દ્વારા પાર્વતીબેન વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને સપ્લાયર પપ્પુ સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે આ નેટવર્કમાં વધુ વ્યક્તિઓ પણ સંકળાયેલા હોઈ શ

કે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande