અમરેલી જિલ્લા જેલમાં અહિંસા થી એકતા યોગ શિબિર યોજાઈ
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ બહેનો માટે ૦૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી એક મહિના માટે અહિંસા થી એકતા યોગ શિબિર નું આયોજન કરવ
અમરેલી જિલ્લા જેલમાં અહિંસા થી એકતા યોગ શિબિર યોજાઈ*


અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ બહેનો માટે ૦૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી એક મહિના માટે અહિંસા થી એકતા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર સાગરભાઇ મહેતા, યોગ શિબિર સંચાલક અને અમરેલી જિલ્લા યોગ એક્સપર્ટ ડૉ નિકિતા પંડ્યા અને સહ સંચાલક -યોગ ટ્રેનર રાહુલભાઇ અગ્રાવત દ્વારા એક મહિના માટે અમરેલી જિલ્લા જેલના સ્ટાફ,પોલીસ જવાનો તેમજ બંદીવાન ભાઈઓ અને બહેનોને વિવિધ યોગા અભ્યાસો, સૂર્ય નમસ્કાર ,ચંદ્ર નમસ્કાર, બ્રિધિંગ ટેકનીક, પ્રાણાયામ, અલગ અલગ ધ્યાન પદ્ધતિથી ધ્યાન, સંપૂર્ણ સ્વાસ્થ્ય તેમજ આયુર્વેદ અનુસાર સ્વસ્થશૈલી માટેની દિનચર્યાથી પણ અવગત કરાવવામાં આવ્યા.

આ યોગ શિબિર અમરેલી જિલ્લા જેલ અધિક્ષક એ. એન. પરમાર તેમજ જેલર જાવેદ ચાનીયાનીના સહયોગથી યોજવામાં આવી હતી.

અહિંસા થી એકતા યોગ શિબિરથી અમરેલીના યોગ સાધકોમાં પોલીસ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ બહેનોને સ્વાસ્થ્યમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થયો છે અને ઘણા રોગો જેવા કે મેદસ્વિતા, ડાયાબિટીસ, બીપી, માથાનો દુખાવો, અનિદ્રા, વિચારવાયુ, સાંધાના દુખાવા, પેટ ને લગતી તકલીફોમાં પણ ખૂબ જ રાહત મળી છે. આ યોગ શિબિરમાં સહભાગી થનાર યોગ અભ્યાસુઓના પ્રતિભાવ મુજબ આ યોગ શિબિરથીથી તેમને ખૂબ જ સ્વસ્થ તેમજ શાંતિપૂર્ણ અનુભવ થયો છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થયો છે. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો- ઓર્ડીનેટરએ એક યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande