
ગીર સોમનાથ, 5 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા પર સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવવાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડતી વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ સ્પેશિયલ ટ્રેનની સેવા 11 નવેમ્બર, 2025 સુધી ઉપલબ્ધ રહેવાની હતી, પરંતુ હવે આ સેવા 5 નવેમ્બર, 2025થી તાત્કાલિક અસરથી રદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરાયેલી ટ્રેનોઃ
1. ટ્રેન ક્રમાંક 09226 (વેરાવળ–ગાંધીગ્રામ)
2. ટ્રેન ક્રમાંક 09225 (ગાંધીગ્રામ–વેરાવળ)
યાત્રિયો થી વિનંતી છે કે મુસાફરીની યોજના બનાવતાં પહેલાં ઉપરોક્ત ફેરફારોનું ધ્યાન રાખે, અસુવિધા માટે રેલવે પ્રશાસન ખેદ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ