

ગાંધીનગર, 5 નવેમ્બર (હિ.સ.) વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના ગાંધીનગરના રાંદેસણ અમૃત પરીવાર સંકુલ દ્વારા “પરાગિની”, સનરાઈઝ બંગલોઝ ખાતે પારિવારિક વાતાવરણમાં સમૂહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 35 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ પારિવારિક રમતો, ભજન અને “અમૃત પરીવાર” વિષય પર સમૂહ ચર્ચા યોજાઈ હતી. “અમૃત પ્રભાત” દ્વારા કેવી રીતે આપણું પરીવાર “અમૃત પરીવાર” બની શકે તે અંગે ચર્ચા થઈ હતી. સવારે વહેલા ઉઠવાની ટેવથી શરીર અને મનને થતી સકારાત્મક અસર તેમજ સ્વસ્થ પરિવાર માટેની તેની જરૂરિયાત પર પણ વિશદ ચર્ચા થઈ હતી.
આપણે સૌએ મળીને હનુમાન ચાલીસાના પાઠ સાથે કાર્યક્રમનો સમાપન કર્યો અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. સભ્યોએ કાર્યક્રમના અંતે નિશ્ચય કર્યો કે દર મહિનાના પ્રથમ મંગળવારે અમૃત પરીવાર સંકુલ મિલનનું આયોજન નિયમિત રીતે કરવામાં આવશે.
આ પ્રસંગે વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી અમૃત પરીવાર સંકુલ મિલનમાં ધોળેશ્વર, રાંદેસણ, રાયસણ અને કોબા વિસ્તારના તમામ પરિવારોને હાજર રહેવા હાર્દિક આમંત્રણ અને અપીલ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ