કોસંબા સુટકેસ મર્ડર: લિવ-ઇન પાર્ટનર દિલ્હી પાસે થી પકડાયો
સુરત, 5 નવેમ્બર (હિ.સ.) કોસંબામાં સોમવારે મળેલા સુટકેસમાં યુવતીના મૃતદેહ કેસમાં સુરત જિલ્લા એલસીબીએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે આરોપી રવિ શર્માને દિલ્હી પાસે ફિરોઝાબાદમાંથી ઝડપી લીધો છે. રવિ મૂળ બિહારનો છે અને મૃતક યુવતી સાથે લાંબા સમયથી લિ
Surat


સુરત, 5 નવેમ્બર (હિ.સ.) કોસંબામાં સોમવારે મળેલા સુટકેસમાં યુવતીના મૃતદેહ કેસમાં સુરત જિલ્લા એલસીબીએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે આરોપી રવિ શર્માને દિલ્હી પાસે ફિરોઝાબાદમાંથી ઝડપી લીધો છે. રવિ મૂળ બિહારનો છે અને મૃતક યુવતી સાથે લાંબા સમયથી લિવ-ઇનમાં રહેતો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી રવિને લગ્ન માટે દબાણ કરી રહી હતી. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં રવિએ યુવતીની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે મૃતદેહને સુટકેસમાં ભર્યો અને કોસંબા વિસ્તારમાં ફેંકીને ભાગી ગયો.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક રહેવાસી પુષ્પેન્દ્રસિંહ સોલંકી સવારે ચાલવા નીકળ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે શંકાસ્પદ બેગ વિશે જણાવ્યું, તપાસ કરતા અંદર મૃતદેહ જોવા મળતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી.

સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને કોસંબા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતીના મોં અને નાક પર ઈજાના નિશાન અને લોહી જોવા મળ્યું. પ્રાથમિક અંદાજ મુજબ, મોઢું દબાવી ગૂંગળામણથી મોત થયું હોઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ મળશે.

યુવતીના હાથ પર ટેટૂ હોવાથી ઓળખ સ્થાપિત કરવામાં મદદ મળી. બોડી કોઈ કટકા વગર, કપડાં અને દુપટ્ટાથી બાંધી સુટકેસમાં મૂકી હતી.

હાલ કેસમાં આગળની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande