ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, કર્ણાટકની મુલાકાતે બેંગલુરુ પહોંચ્યા
બેંગલુરુ, નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પદ સંભાળ્યા પછી આજે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે કર્ણાટક પહોંચ્યા. બેંગલુરુ એરપોર્ટ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને અન્ય ઘણા મહાનુભાવોએ તેમ
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, કર્ણાટકની મુલાકાતે બેંગલુરુ પહોંચ્યા


બેંગલુરુ, નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પદ સંભાળ્યા પછી આજે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે કર્ણાટક પહોંચ્યા. બેંગલુરુ એરપોર્ટ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને અન્ય ઘણા મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, હસન જિલ્લાના શ્રવણબેલગોલામાં આયોજિત પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 શાંતિ સાગર મહારાજ જીના સ્મૃતિ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ આચાર્ય શાંતિ સાગર મહારાજની 1925માં શ્રવણબેલગોલાની પ્રથમ મુલાકાતના શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, આચાર્ય શાંતિ સાગર મહારાજની પ્રતિમાની સ્થાપના અને ચોથી ટેકરીના નામકરણ સમારોહમાં પણ ભાગ લેશે.

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ, મૈસુરમાં જેએસએસ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના 16મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને સ્નાતક વિદ્યાર્થીઓને સંદેશ આપશે. આ કાર્યક્રમ સુત્તુર શ્રીક્ષેત્રના જગદગુરુ શ્રી વીરસિંહાસન મહાસંસ્થાન મઠના નેજા હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

કર્ણાટકની તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સુત્તુર મઠના જૂના પરિસર, મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિર અને માંડ્યા જિલ્લાના મેલુકોટેમાં ચેલુવનારાયણ સ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા-અર્ચના કરશે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande