રજત જયંતિ સમારોહમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ઉત્તરાખંડમાં વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનવાની ક્ષમતા છે.
નવી દિલ્હી, ૦9 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની, રચનાના રજત જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજે ઉત્તરાખંડ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વિ
નમો


નવી દિલ્હી, ૦9 નવેમ્બર (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની, રચનાના રજત

જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજે ઉત્તરાખંડ સંપૂર્ણપણે બદલાઈ

ગયું છે અને વિકાસના માર્ગ પર છે. રાજ્યમાં વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનવાની

ક્ષમતા છે.”

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ,

એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ₹8140 કરોડથી વધુના, વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને

શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ સહિતના અનેક મુખ્ય ક્ષેત્રોને આવરી

લે છે. ઉત્તરાખંડના અર્થતંત્રને લક્ષ્ય બનાવતા, પ્રધાનમંત્રીએ વર્ષભર પ્રવાસન વિકસાવવાની જરૂરિયાત પર ભાર

મૂક્યો.

તેમણે એમ પણ કહ્યું, ઉત્તરાખંડની સાચી તાકાત આધ્યાત્મિકતામાં રહેલી

છે. જો ઉત્તરાખંડ તેના માટે પોતાનું મન નક્કી કરે છે, તો તે પોતાને

વિશ્વની આધ્યાત્મિક રાજધાની તરીકે સ્થાપિત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ લોકલ માટે વોકલ ની હિમાયત કરી

અને દેશમાં ઉત્તરાખંડને લગ્ન સ્થળ તરીકે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરતા

તેમણે કહ્યું કે,” રાજ્ય સરકાર આવા ચારથી પાંચ સ્થળો વિકસાવી શકે છે. પર્યટનને

પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રીએ

યોગ, આધ્યાત્મિકતા અને

આરોગ્યસંભાળને એકીકૃત કરવાની સલાહ આપી.

રાજ્યની 25 વર્ષની સફરને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે,” રાજ્યની ડબલ-એન્જિન સરકાર લોકોના

ભલા માટે કામ કરી રહી છે.” તેમણે કહ્યું કે,” 25 વર્ષ પહેલા, ઉત્તરાખંડનું બજેટ ₹4,000 કરોડ હતું. આજે, તે વધીને ₹1 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. છેલ્લા 25 વર્ષમાં, ઉત્તરાખંડમાં

વીજળીનું ઉત્પાદન ચાર ગણું થયું છે અને રસ્તાઓની લંબાઈ બમણી થઈ ગઈ છે. વધુમાં, એન્જિનિયરિંગ

કોલેજોની સંખ્યા 10 ગણી વધી છે, અને મેડિકલ

કોલેજોની સંખ્યા પણ એકથી વધીને 10 થઈ ગઈ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande