




ભરૂચ, 10 ડિસેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામનો એક નવયુવાન ભાવિન વસાવા જીવદયાનુ કાર્ય છેલ્લા સાત વર્ષથી કરે છે. તેમાં તેણે કેટલાય સરિસૃપ અને અન્ય પ્રાણીઓનો જીવ બચાવ્યો છે. જ્યારે ગતરોજ તો તેને કોલીવાડા ગામે ખેતરમાં એક લાંબો અજગર નીકળતા લોકોએ તેને ઇજાગ્રસ્ત કરતા તેની જાણ થતા ત્યાંથી રેસ્ક્યુ કરી જંગલમાં છોડવા જતા બેહોશ પડી રહ્યો હતો. આ અજગરને ભોલાએ અડધો કલાક જેટલો સમય સીપીઆર આપી જીવતદાન આપ્યું હતું અને ફરી જંગલમાં મુક્ત કર્યો હતો. કોલીવાડા બોગજ ગામે ખેતરમાં અગજર દેખાતા સ્થાનિક લોકોએ ટેલિફોનિક જાણ કરતા ભાવિન વસાવાની જીવાદયા પ્રેમીની ટીમ સ્થળ પર પહોંચીને અજગરનો રેસક્યુ કર્યું હતું. જંગલમાં અજગરને છોડવા ગયા ત્યારે બેહોશ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી અજગરને ફોરેસ્ટ નર્સરીમાં લઈ ગયા ત્યાં જઈને ભાવિન વસાવાએ અડધો કલાક સુધી સીપીઆર અજગરને આપ્યું હતું . આ સમય દરમિયાન અજગર હોસમાં આવતા તેની ઉપર પાણી રેડ્યું હતું . ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે જંગલમાં અજગરને સુરક્ષિત છોડી દીધો હતો.
ભાવિન વસાવાએ તેની આ કામગીરીમાં એક વ્યથા જણાવી હતી ,જેમાં તે 7 વર્ષથી હજારો સરિસૃપોને લોકોના ઘરોમાંથી ,ગોડાઉનમાંથી કે અન્ય સ્થળેથી જોખમ ખેડી પકડી તેને મુક્ત રીતે છોડી મૂકતો હતો. આ કાર્યમાં કોઈનો પણ સહકાર કે વન વિભાગ દ્વારા આજદિન સુધીમાં કીટ સુધા આપી નથી.વન વિભાગ દ્વારા અવારનવાર ભાવિન વસાવા અને તેની ટીમને બોલાવી રેસ્ક્યુ કરાવે છે તેમ છતાં લાયસન્સ,કીટ કે પરવાનગી પણ નથી આપતા.ઉપરથી આ સીપીઆર આપીને અજગરનો જીવ બચાવ્યો તો તેમાં તેને હેરાન કરી વન વિભાગના કર્મચારીઓને ઉપરી અધિકારીઓએ નોટિસ આપી છે. જેથી આજથી ભાવિન વસાવાએ સરિસૃપોનું રેસ્ક્યૂ બંધ કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ