
નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.): વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આજે અમેરીકી ઉપ વ્યાપાર પ્રતિનિધિ રિક સ્વિટ્ઝર સાથે મુલાકાત કરી. બંને અધિકારીઓએ વેપાર વાટાઘાટો સહિત આર્થિક અને ટેકનોલોજી ભાગીદારી પર ચર્ચા કરી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે જણાવ્યું હતું કે, ચર્ચાઓ મજબૂત ભારત-અમેરિકા આર્થિક અને ટેકનોલોજી ભાગીદારી, ચાલુ વેપાર વાટાઘાટો અને દ્વિપક્ષીય વેપાર અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓને પ્રોત્સાહન આપવાની તકો પર કેન્દ્રિત હતી.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025 માં અમેરિકાએ ભારતના વેપાર અવરોધો અને રશિયન તેલ ખરીદીને ટાંકીને મોટાભાગના ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ