
ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
સ્વ.એમ.જે. ઝાલા સા. મંડળ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રશ્નાવડાની બે કૃતિ તાલુકામાંથી પસંદગી પામીને જિલ્લા કક્ષાએ ગયેલ, તેમાંથી વિભાગ-4 ની એક કૃતિ તેજી એકવાનોવા જિલ્લા કક્ષાએ પ્રથમ પસંદગી પામીને ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. ઉપરોક્ત સિદ્ધિને ટ્રસ્ટ પરિવાર અને શાળા પરિવાર વતી પસંદગી પામનાર બાળ વૈજ્ઞાનિકો 1)લાડવા જીનલબેન, 2)ડોડીયા તેજસ્વીબેન, 3)બારડ વિભૂતિબેન, 4)જાદવ જેનીશાબેન તથા તેમના માર્ગદર્શક શિક્ષકો શ્રી હિતેશભાઈ ધાંધલ્યા અને કાજલબેન બારડને અભિનંદન પાઠવવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ