સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત – ગુજરાત અને સુમંદીપ વિદ્યાપીઠ વચ્ચે આરોગ્ય સેવા એમઓયુ
- દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સુમંદીપ વિદ્યાપીઠ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતીનામું અમદાવાદ, 10 ડિસેમ્બર (હિ.સ.) : સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત – ગુજરાત અને સુમંદીપ વિદ્યાપીઠ, વડોદરા વચ્ચે આજે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત – ગુજરાત અને સુમંદીપ વિદ્યાપીઠ વચ્ચે આરોગ્ય સેવા એમઓયુ


- દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સુમંદીપ વિદ્યાપીઠ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતીનામું

અમદાવાદ, 10 ડિસેમ્બર (હિ.સ.) : સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત – ગુજરાત અને સુમંદીપ વિદ્યાપીઠ, વડોદરા વચ્ચે આજે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ એમઓયુ અંતર્ગત સુમંદીપ વિદ્યાપીઠ દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત અંતર્ગત નોંધાયેલા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેસિયલ સ્માઇલ ડેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અમલી બનાવવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ સર્વિસ અને સ્ક્રિનિંગ માટે નીચે મુજબની તપાસો હાથ ધરવામાં આવશે:

ડેન્ટલ ચેકઅપ, આંખોની તપાસ, બોડી ચેકઅપ, હેલ્થ રેકોર્ડિંગ અને એપ્લિકેશન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના આરોગ્યનું સમયસર નિરીક્ષણ, જરૂરી સારવાર અને લાંબા ગાળાનું મેડિકલ રેકોર્ડ મેનેજમેન્ટ સુલભ કરવાનું છે, જેથી તેઓ વધુ સ્વસ્થ અને આત્મવિશ્વાસ સાથે જીવન અને રમતોમાં આગળ વધી શકે.

સ્પેશિયલ ઓલિમ્પિક્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે વિશ્વના 197 દેશોમાં કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો માટે રમતો, તાલીમ, શિક્ષણ અને વિકાસાત્મક આરોગ્ય સેવાઓ સતત અમલમાં મુકતી આવી છે. તેનો મુખ્ય હેતુ રમતવીરોની આત્મનિર્ભરતા, જીવનકૌશલ્ય અને સામાજિક સક્ષમતા વિકસાવવાનો છે.

આ એમઓયુ દ્વારા દિવ્યાંગ બાળકોને વિસ્તૃત હેલ્થ કેર, રીસર્ચ આધારિત પ્રોગ્રામ્સ, મોનીટરીંગ સિસ્ટમ અને વધુ વિકાસ અવસર ઉપલબ્ધ થશે, એવો વિશ્વાસ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો.

સુમંદીપ વિદ્યાપીઠના જણાવ્યા મુજબ, આગામી સમયમાં આ એમઓયુ અંતર્ગત વધુ પ્રશિક્ષણ કાર્યક્રમો, હેલ્થ એવેરનેસ કેમ્પ, સ્પેશિયલ નિરીક્ષણ સેન્ટર અને આઉટરીચ મેડિકલ સર્વિસ અમલી બનાવવા માટે આયોજન કરવામાં આવશે, જેથી દિવ્યાંગ બાળકોનું ભવિષ્ય વધુ સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ બની રહે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande