



ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : “કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એ જ સાચી સેવા” ના કર્મ મંત્રને સાર્થક કરતી છેલ્લા 106 વર્ષથી શિક્ષણ અને સેવામાં સતત કાર્યરત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીની યુનિવર્સીટી-કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર દ્વારા વિવિધ શાળાઓના ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે તારીખ 10 અને 11 ડિસેમ્બર 2025 દરમ્યાન Horizon-2025-EcoBizTech-Managing Innovation for sustainable future with green commerce થીમ પર સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીમાં આયોજન કરવામાં આવ્યુ.
આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિની કોલેજ અભ્યાસક્રમ પર કેવી અસર થઇ રહી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દી કઈ દિશામાં આગળ વધારી શકાય તે અંગે માહિતગાર કરવા લાઇવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમન વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શનમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલુ હતું. આ પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા જુદા જુદા 24 સ્ટોલ્સમાં સર્વ વિદ્યાલયની 105 વર્ષની શિક્ષણ ક્ષેત્રની સફળતા અને સેવાની ગાથા, Indi start-up street: Nayi Soch Nayi Disha, Agriedge – Leading the future of Agriculture, The world of AI, Bring Holiness into the Home, The smart farm, Waste management with 3R: Reduce, Reuse & Recycle, Stock market revolution-Paper to Pixel, Smart Ports, Seamless Trade, Tech Chain: Transforming Supply Chains Through Innovation, Self-Scope – Explore, Evaluate, Excel, Bias to Breakthrough: The Entrepreneurial Shift, Smart cafés - Fully Automated, AI-Powered Robotic, AI smart farming, Cyber Security, Visual gaming રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 ફૂડ સ્ટોલમાં વિવિધ નાસ્તા અને વાનગીયોનું વેચાણ કરી વિદ્યાર્થીઓએ ધંધાકીય વિષયક જ્ઞાન મેળવ્યુ હતું. મુલાકાતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સદર પ્રોજેક્ટ અને મોડેલ્સ કોલેજના હાલના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલા આથી મુલાકાતી વિદ્યાર્થીમાં “તેઓ પણ કંઇક કરી શકે છે” તેઓ આત્મ વિશ્વાસ જાગૃત થાય. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમન વલ્લભભાઈ એમ પટેલ દ્વારા સંસ્થાના અન્ય વરિષ્ટ મંત્રીઓ રમણભાઈ પટેલ, મણીભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદની 57 જેટલી શાળાઓમાંથી લગભગ 6700 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ 100 થી વધુ શિક્ષકો અને 20 થી પણ વધુ પ્રિન્સીપાલશ્રીઓએ મુલાકાત લઇ અને દરેક સ્ટોલની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ પ્રસંગે સર્વ વિદ્યાલયની વિવિધ કોલેજો અને શાળાઓના પ્રિન્સીપાલઓ, શિક્ષકો તેમજ અધ્યાપકોએ પણ ભાગ લીધો હતો. ચેરમન વલ્લભભાઈ એમ પટેલ આ સુંદર કાર્યક્રમના આયોજન માટેની પ્રસંશા કરી વિવિધ કોલેજોના હેડ, અધ્યાપક્ઓ તેમજ મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ વી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડો. ભાવિન પંડયા, કોમ્પુટર વિદ્યાશાખાના ડીન ડો. રૂપેશ વ્યાસ, કોમર્સ વિદ્યાશાખાના ડીન ડો. વિજ્ઞા ઓઝા, એમ પી પટેલ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ ડો. કપિલ ત્રિવેદી, નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પુટર & મેનેજમેન્ટ સ્ટડીના પ્રિન્સીપાલ ડો. રમાકાંત પ્રુસ્ટે તેમજ ડો. નીર્મિશ પટેલને અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે આ બે દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ