હિન્દી ફિલ્મ 'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં જૂનાગઢના બલોચ સમાજમાં તીવ્ર રોષ
જૂનાગઢ/અમદાવાદ, 10 ડિસેમ્બર (હિ.સ.) : હિન્દી ફિલ્મ ધુરંધર'' ફિલ્મ સામે ગુજરાતમાં જૂનાગઢનો બલોચ સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે.તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે સખત રીતે
હિન્દી ફિલ્મ ધુરંધર ફિલ્મ સામે ગુજરાતમાં જૂનાગઢના બલોચ સમાજમાં તીવ્ર રોષ


જૂનાગઢ/અમદાવાદ, 10 ડિસેમ્બર (હિ.સ.) : હિન્દી ફિલ્મ ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં જૂનાગઢનો બલોચ સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે.તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે સખત રીતે વખોડવાલાયક છે. ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે.ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે.

બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસ્તી દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે.​બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્યત્વે એક ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે: હંમેશા બોલતા હું બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande