
નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીના શક્તિશાળી છંદો થી લોકોમાં હિંમત અને રાષ્ટ્રીય ભાવના જાગૃત થઇ છે. તેમની વિચારધારામાં લોકોના મન પર અમીટ છાપ છોડવાની અને ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાને પ્રકાશિત કરવાની શક્તિ છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અલગ અલગ પોસ્ટમાં કહ્યું કે, મહાકવિ ભારતીના છંદો લોકોના મનમાં હિંમત જગાડવાનું કાર્ય કર્યું છે અને તેમના વિચારોએ લોકોના મન પર કાયમી અસર છોડી છે. તેમણે ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાને પ્રકાશિત કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુબ્રમણ્યમ ભારતીએ ન્યાયી અને સમાવેશી સમાજના નિર્માણ માટે કામ કર્યું. તમિલ સાહિત્યના સંવર્ધનમાં તેમનું યોગદાન અજોડ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ