સ્વામિનારાયણ મંદિર, અમરેલી ધામમાં 16મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : સ્વામિનારાયણ મંદિર અમરેલી ધામ ખાતે ૧૬માં વાર્ષિક પાટોત્સવના પાવન અવસર પર આયોજિત શ્રી હરિચરિત્ર કથા પ્રસંગે ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ સાથે કથાનું ભાવપૂર્વક રસપાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર
સ્વામિનારાયણ મંદિર અમરેલી ધામમાં ૧૬મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : સ્વામિનારાયણ મંદિર અમરેલી ધામ ખાતે ૧૬માં વાર્ષિક પાટોત્સવના પાવન અવસર પર આયોજિત શ્રી હરિચરિત્ર કથા પ્રસંગે ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ સાથે કથાનું ભાવપૂર્વક રસપાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાઈ ગયો હતો.

શ્રી હરિચરિત્ર કથામાં સંતોએ ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર, ઉપદેશો અને માનવ કલ્યાણ માટે આપેલા સંદેશો પર વિસ્તૃત પ્રકાસ પાડ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ કથાનું શ્રવણ કરી ધર્મલાભ મેળવ્યો હતો. કથા દરમિયાન ભજન-કીર્તન અને આરતીથી વાતાવરણ વધુ ભાવવિભોર બન્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તેમજ ભાજપ પ્રમુખ અતુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ મંદિર પરંપરા અને ધાર્મિક સંસ્કૃતિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આયોજિત આ શ્રી હરિચરિત્ર કથા ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને સંસ્કારનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande