કુણઘેર ગામમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના કુણઘેર ગામે નશામુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચાણસ્માની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિર સ્વદેશી અપનાવો સમૃદ્ધિ વધારો અંતર્ગત યોજાયો હતો. અખિલ વિ
કુણઘેર ગામમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના કુણઘેર ગામે નશામુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચાણસ્માની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિર સ્વદેશી અપનાવો સમૃદ્ધિ વધારો અંતર્ગત યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ અને પાટણની આરોગ્ય શાખાના તમાકુ નિયંત્રણ સેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.

જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ અને યુઝફુલ યોગી યુનિયનના પ્રમુખ મુકેશભાઈ યોગીએ તમાકુ, બીડી, સિગારેટ, ચલમ અને દારૂ જેવા વ્યસનોથી બચવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામના ઉદ્દેશ્ય સાથે વ્યસનમુક્તિ રેલી પણ યોજાઈ.

ગામના વિવિધ વિસ્તારોમાં શેરીનાટક દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારી સંસ્થા, કુણઘેરના સભ્યોએ રેલીનું સ્વાગત કર્યું અને સંસ્થાની મુલાકાત કરાવી. કોલેજના સિનિયર પ્રોફેસર જીતુભાઈના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર પ્રો. સંજયભાઈ ડાભી અને અન્ય પ્રોફેસરોએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande